Poem in Gujarati
સન્યાસી અને વરુ
સન્યાસીએ રેતીમાં એક લીટી દોરી અને કહયું:
‘તારે આ લીટી પાર કરવી નહિ.‘
પછી તેણે એક વર્તુળ દોર્યું અને કહયું:
‘તારે આ વર્તુળમાં જ રહેવાનું છે.
તું તે પાર કરી શકે છે, પરંતુ પેલી લીટીની બહાર નહિ.‘
પછી આંધી આવી અને લીટી ભુંસાઇ ગઇ.
વરુ વર્તુળમાં જ ઉભો હતો.
ઠંડી અને વરસાદથી તે થાકી ગયો હતો, પરંતુ તે હલ્યો નહોતો.
તેને ખબર નહોતી કે હજુ લીટી દોરાયેલી છે કે નહિ
જયારે રેતીમાં દોરેલી લીટી રહી જ નહોતી.
Translated into Gujarati by Vandana Doshi